STORYMIRROR

Shaurya Parmar

Classics

4  

Shaurya Parmar

Classics

બાપ

બાપ

1 min
414

બાપ એ બાપ હોય, 

પ્રેમ એનો અમાપ હોય, 


થોડી કરકસર હોય, 

ઈચ્છાઓમાં કાપ હોય, 


ઘરનો મજબૂત પાયો એ, 

કડક એની છાપ હોય, 


ઘર માટે જીવ્યા કરે એ, 

વરસાદ, ઠંડી કે તાપ હોય,


દુઃખ એકલો સહ્યા કરે, 

મુખે ખુશીનો આલાપ હોય,


એ હોય તો હોય સઘળું, 

ના હોય તો ફકત સંતાપ હોય,


બાપ એ બાપ હોય, 

પ્રેમ એનો અમાપ હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics