ફૂલને અર્પણ
ફૂલને અર્પણ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
અંધારું જ ગમે છે અહીં બધાને,
ઓલવી નાખો આ દીવાને !
ફૂલને પણ પીંખી નાખે નરાધમો,
એને ક્યાં છે જીંદગી જીવવાને ?
ફૂલના માળીનું શું થતું હશે ત્યારે ?
બસ,જીવવાનું એને આંસુ પીવાને,
બેફામ ફરે છે ગુનેગારો જ્યાંત્યાં,
ક્યાં, ક્યારે, શું થાય, કોન જાને ?
પીંખાઇ ગયેલા ફૂલને બસ શબ્દો મળે,
અહીં ફેર કોને પડે, રાજાને કે પ્રજાને?
અંધારું જ ગમે છે અહીં બધાને,
ઓલવી નાખો આ દીવાને !