STORYMIRROR

Shaurya Parmar

Others

4  

Shaurya Parmar

Others

માધવ

માધવ

1 min
352

હું અહીં મસ્ત છું, 

અને માધવ, તું ત્યાં મસ્ત છે, 

હું તારો દાસ છું, 

તું જબરદસ્ત છે, 


ક્યારેક હોય ઉજાસ અને 

ક્યારેક સૂર્ય અસ્ત છે, 

ક્યારેક લાગે મજબૂત અને, 

ક્યારેક બધું ધ્વસ્ત છે, 


ક્યારેક લાગે કે બધું સરખું, 

ને ક્યારેક અસ્તવ્યસ્ત છે, 

મીરાં, નરસિંહ, પ્રહલાદનું સુણે તું, 

હું કરું વાત તો કે વ્યસ્ત છે, 


હું અહીં મસ્ત છું, 

અને માધવ,તું ત્યાં મસ્ત છે, 

હું તારો દાસ છું, 

તું જબરદસ્ત છે.


Rate this content
Log in