સર્વધર્મ
સર્વધર્મ
ગુલાબને કાંટાનો ને કમળને કાદવનો શણગાર,
સંધાશે ઐક્ય વિશ્વનું, જો પ્રેમનો હશે પમરાટ,
દેશ હશે દીવડો, જો જનતા બનશે વાટ,
તેલ હશે સર્વધર્મનું તો પથરાશે પ્રકાશ,
નોખી માટી ને નોખા માનવ, ઘડ્યાં નોખા રાગ-ગાન,
પૂરક પૂરશે પ્રાણ તો, નિજ બઢશે આન-શાન,
ભાનુમાં વસે જો અગન, ને રાશી મહીં દાગ,
તો માનવનું પૂછવું જ શું! ચાલો કદમ મિલાવી સાથ,
આંખોમાં જો ગીતા હશે, જીભ પર કુરાન,
ગ્રંથ સાહિબ જો દિલમાં હશે, તો ધર્મ પામશે ઉત્થાન.
૨૧.૧૧.૯૮