STORYMIRROR

Hansa Gandhi

Romance

3  

Hansa Gandhi

Romance

અતીત

અતીત

1 min
9.6K


એક અતીતની ચાદર ઓઢી,

સરકી હતી સપનામાં,

ના જાણે કોણે હાક દીધી ને,

ઓશીકું ભીંજાયું તે નફામાં,


કર્યાં હતાં છબછબિયા પહેલાં વરસાદમાં,

પ્રસરી છે માટીની એ મહેક પળવારમાં,


ફર્યાં હતાં ફેરા સરોવરની પાળે,

હાથમાં હાથ પરોવી ઢળતી સમી સાંજે,

એ ભીનો ભીનો વાયુ વીંટળાયો શ્વાસ ઉચ્છવાસમાં,


રંગ ભરેલી પિચકારી ને ખેલી હતી હોળી,

આભમાં ઉડતાં પતંગ સાથે કરી આંખમીચોળી,


નવા વર્ષની ઉજવણી સાથે દિલમાં હતી ખુશાલી,

મુજ હૈયામાં તુજ હૈયામાં રચી હતી રંગોળી.



Rate this content
Log in

Similar gujarati poem from Romance