Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hansa Gandhi

Others Romance

3  

Hansa Gandhi

Others Romance

જીવન - વસંત

જીવન - વસંત

1 min
13.9K


આવી હતી વસંત વનઉપવનમાં,

ખીલી હતી કળી હર મધુવનમાં,

જીવન કાળે મનની કળી,

ખીલી શાને આ બહારમાં ?


આંબા ડાળે કોયલ ટહુકે,

લીલી છાયે મોરલો મલકે,

તન-વગડામાં મનનો મોરલો,

શાને એ આજ તરસે ?


ડાળે-ડાળે ફૂલ ખીલ્યાં,

શાખે શાખે પર્ણ ફૂટ્યાં,

અર્ધ બિડાયેલ અર્ધ ખૂલેલ

નયનો મારાં શાને ઢળ્યા ?


સાગર તીરે ટીટોડી બોલે,

જંગલ કેડીએ સરસી બોલે,

જાગતાં-શમણાંમાં દુર-સુદૂરથી

કોણ ઈશારે મને બોલાવે ?


Rate this content
Log in