STORYMIRROR

Chaitanya Joshi

Classics Fantasy Inspirational

2.5  

Chaitanya Joshi

Classics Fantasy Inspirational

શિવશરણ સુખદાઈ.

શિવશરણ સુખદાઈ.

1 min
27.8K


દુઃખ વરસે અનરાધાર શરણ તું શિવનું લેજે,

ના રાખીશ હૈયે ભાર શરણ તું શિવનું લેજે,


અંતરયામી એ છે કૃપાળુ સ્હેજે દ્રવનાર રે,

એને ભજતાં જીવનસાર શરણ તું શિવનું લેજે,


દયાનિધિ છે દુઃખહર્તા જે અધમ તારનાર રે,

જેની કરુણા છે અપાર શરણ તું શિવનું લેજે,


જળમાત્રથી રીઝનારાં આશુતોષ આધાર રે,

માગ્યું દેનારા દાતાર શરણ તું શિવનું લેજે,


ભાવભૂખ્યા નાથભોળા શિવજી સરકાર રે,

કરે પાતકીનાં ઉદ્ધાર શરણ તું શિવનું લેજે,


વિનંતી છે દિપકની દયાનિધિ સુણનાર રે,

અંતે રહેજો હારોહાર શરણ તું શિવનું લેજે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics