મછીયારો
મછીયારો
ઉગતા પરોઢે એ કાંઠા પર ઊભીને ઉછળતા દરિયાને તાગે.
મછીયારો માછલીયું માંગે.
માંગી,માંગી ને માંગે મછીયારો શુ?
બાંગરા ને બુમલા ના ઢગલા.
ઠંડીગાર રેતી માં એક પછી એક એમ
મુકાતા જાય એના પગલાં.
હોડી, હલેસા ને જાળ જ્યાં જુએ ત્યાં
અગણિત ઈચ્છાઓ જાગે.
મછીયારો..........
મધદરિયે જીવતર ને જોખમ માં મૂકીને
માછલાંઓ મારીને લાવે.
પાંદડાની ઝુંપડી મા રોજ એતો
માટી નો ચૂલો સળગાવે.
ઘૂઘવતો દરિયો ને કાળું એકાંત
એને જીવતર આ ઝેર જેવું લાગે.
મછીયારો......
ઉગતા પરોઢે એ કાંઠા પર ઊભીને ઉછળતા દરિયાને તાગે.
મછીયારો માછલીયું માંગે.
(અરસ-પરસ મેગેઝીન ઓગસ્ટ-2017)