મજૂર
મજૂર
ધોમધખતા તાપમાં
હાડ થીજાવી દે એવી
કડકડતી ઠંડીમાં.
અનરાધાર વરસાદમાં,
પેટ માટે
પરિવાર માટે
સખત મહેનત કરી
જીવાડ્યા છે મારા છોરુંને,
તમારા લહેરાતા ખેતરમાં
તમારી આલીશાન ઊંચી ઈમારતોમાં,
તમારા ધમધમતા કારખાનાઓમાં,
મારો ખૂન પસીનો રેડાયો છે.
તોય મારું પેટ
ખાલીને ખાલી જ છે
ને હું એક માણસ
તારા જેવો
તારી નજરમાં
માત્ર એક મજૂર.
