યાદ આવે છે
યાદ આવે છે
1 min
350
મને યાદ આવે છે
ખળખળતા ઝરણાં અને વહેતી નદી,
ધૂળની ડમરી ઉડાડતો રસ્તો,
આંગણામાં ઉભેલા આંબાના ઝાડમાં ટાંગેલી ઠીબડીમાં ન્હાતી ચકલીઓ,
દેશી નળિયાં અને સીમાડેથી લાવેલી ધૂળથી લિપેલું ઘર,
દૂરના ડુંગર પર સડસડાટ વીતી ગયેલું મારુ બાળપણ,
મને યાદ આવે છે.
મારા વતનના સોનેરી દિવસો,
જે હજુય સંતાડી રાખ્યા છે મારી છાતીમાં.
