અનેરો ઉજાસ
અનેરો ઉજાસ
અંતરમાં વ્યાપ્યો અનેરો ઉજાસ,
જાણે જ્યોતિર્મય પ્રકાશ,
આજે અંતરમાં ...
દિવ્ય જ્યોત આ તેજોમય પ્રગટી, મન મંદિરને પવિત્ર કરતી,
પ્રસરી ચોમેર સુવાસ.
આજે અંતરમાં ...
સુમધુર સુરીલું અંતરમાં ભાસે, જાણે મંદિરમાં ઘંટડીઓ વાગે,
હૈયુ કરે થનગનાટ.
આજે અંતરમાં ...
સુરજના કિરણો ફૈલાયા, જાણે ચમક અનેરી લાવ્યા,
મન જાણે ઝળહળતું આકાશ.
આજે અંતરમાં ...