સબર
સબર
મિત્રો કહે છે ભેગા મળીને કે સબર રાખ,
છે એક અગન એવી કે થઈ જાય જિગર રાખ,
દેવાનું કહી એજ મને છેતરી ગયો
કહેતો હતો ખુદા કે દુઆમાં ન કસર રાખ,
ક્યારે તને ઉઠાવી લે નિશ્ચિત નથી કશું,
તૈયાર કફન રાખ તું તૈયાર કબર રાખ,
મૈયત ઉપર રડે છે કોઈ ડૂસકાં ભરી,
વૈભવ મરણનો જોઈ લે તું ખુલ્લી નજર રાખ,
"બેબસ" જીવન છે ધૂળ નથી એ જીવન જીવન,
મૃત્યુ છે મોક્ષ તારો તું મૃત્યુની ફિકર રાખ.
