રંગ છે તને !
રંગ છે તને !
દેશ કાજે શહીદ થનાર જવાન રંગ છે તને,
પ્રાણની આહૂતિ દેનાર જવાન રંગ છે તને.
ત્યજી કુટુંબને પ્રિયજન પરિવાર સેવાકાજે,
તારો ત્યાગ છે પારાવાર જવાન રંગ છે તને.
ગૌરવ છે તું કુટુંબ, ગામ, રાજ્યને દેશતણું,
તારો ના ભૂલાય ઉપકાર જવાન રંગ છે તને.
અર્પી દીધી તેં તારી યુવાની દેશ રક્ષા ખાતર,
આખરે તું ખુદ ખપનાર જવાન રંગ છે તને.
સફળ કર્યું તેં તારું જીવન સમર્પણ કરીને,
ઉજાળ્યો માનવ અવતાર જવાન રંગ છે તને.
છે સલામત દેશ તારા જેવાની કુરબાનીથી,
દુશ્મનના દાંત ખાટા કરનાર જવાન રંગ છે તને.
