આવડે
આવડે

1 min

692
અંતર મહીં આશાઓને ઊછેરતાં પણ આવડે,
હું સ્ત્રી છું ને તેથી તો એને ત્યાગતાં પણ આવડે.
લખતી રહું છું અવનવું ગમતું કે અણગમતું બધું,
તારું દુભાતું દિલ હશે તો ભૂંસતાં પણ આવડે.
આ ભાવને સદ્ભભાવ વ્હાલપ પ્રેમને અરમાન જે,
જ્યાં જેટલી જરૂરત પડે ફેલાવતાં પણ આવડે.
ઉડ્યા કરું છુ કલ્પનાની પાંખથી ઊંચે ઘણે,
સાચું સકળ દેખાય ત્યારે કાપતાં પણ આવડે.
જીવનમાં ઘેરાતું હશે જ્યારે તમસ ઘેરું રડે,
અંતર મહીં એક કોડિયું સળગાવતાં પણ આવડે.
અશ્રુ બતાવી પીગળાવું એટલી વિવશ નથી,
બ્રહ્માંડના આ ભેદભ્રમ ખોલતાં પણ આવડે .