STORYMIRROR

Aswin Patanvadiya

Inspirational

2.5  

Aswin Patanvadiya

Inspirational

બા

બા

1 min
796


દિવાળી આવીને ચોતરફ પ્રકાશ છલકાય છે,

એ દિપકના ઉજાસમાં બાનું મુખ મલકાય છે.


દિવાળી તો ગઈને અંધકાર દૂર કરતી આવી,

પણ મારી બા વીના મુજ હૈયું ઘભરાય છે.


સૌ બાળ પોતાની બા સાથે દિવાળી મનાવે,

મુજ ખાલી હાથે તોય બાનો હાથ ગોતાય છે.


દિવાળીએ લીંપેલી, બાની આંગળીઓની છાપ,

આ પ્લાસ્ટરની આરપાર, બાની છાપ દેખાય છે.


ભાવતા પકવાન છે મુજ થાળીમાં પીરસેલા,

બાના હાથે જમેલા ભોજન ક્યાં વિસરાય છે.


સ્નેહ' છો ફૂટતા દિવાળીના ફટાકડા આંગણે,

મને તો બાના મીઠા વેણની ગૂંજ સંભળાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational