કુદરતની રંગોળી
કુદરતની રંગોળી
કેવી સુંદર છે !
આ કુદરતની રંગોળી,
અદભુત રંગોનું કેવું કોમ્બિનેશન છે
લીલો પોપટને લાલ એનો કાંઠલો છે.
લીલાં પાન ને સફેદ ગુલાબી લાલ પીળા કેસરી લાલ ફૂલો છે.
કેવી અદભુત !
કેવી સુંદર !
કુદરતની લાજવાબ રંગોળી છે.
આકાશનાં આ આંગણમાં મેઘ ધનુષ્યનાં
સપ્તરંગી રંગોથી શોભતી કેવી નયનરમ્ય રંગોળી છે,
આ ધરતીનાં આંગણમાં પણ પૂરી સુંદર રંગોળી છે,
આ ધોળા બગલાને કાળી કોયલ,
આ સફેદ સસલાને સોનેરી હરણ,
આ સુંદર કળા કરતો મોર ને ચી ચી કરતી ચકલી છે,
આ આંબા ડાળે ગાતી કોયલ ને
આ સુંદર સરોવરમાં તરતો સફેદ હંસલો છે,
આ ભૂરું આકાશ ને હરિયાળી ધરતી છે
કેવી ખૂબસૂરત કુદરતની રંગોળી છે,
આ સુંદર ઘાટીલો દેહ આપ્યો માનવી ને
હૃદયમાં પ્રેમની પૂરી રંગોળી છે,
આપી રુદિયે સદભાવનાનો રંગ
રંગ વિહીન માનવીનાં જીવનમાં,
રંગ પૂરવાની ભાવના બક્ષી છે,
કેવી સુંદર !
કેવી અદભુત !
કેવી નયનરમ્ય !
કેવી લાજવાબ !
કેવી અણમોલ !
કુદરતની શ્રેષ્ઠ રંગોળી છે.
