STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વર્ષા અને સ્ત્રી બંને સરખા

વર્ષા અને સ્ત્રી બંને સરખા

1 min
156

આ વર્ષારાણીનું પણ સ્ત્રી જેવું

ક્યારેક ઝરમર ક્યારેક ધોધમાર,


તો ક્યારેક અમી છાંટણા તો ક્યારેક સાંબેલાધારે વરસી પડે,

વર્ષારાણી આવે તો ધરતીની સુરત બદલી નાખશે સ્ત્રીથી ઘરની રોનક બદલાઈ,


ધરતી બને સ્વર્ગ આ વર્ષાના આગમનથી

ઘર બને સ્વર્ગ આ સ્ત્રીના આગમનથી,


ચારેકોર હરિયાળી છવાઈ આ વર્ષાના આગમને

આ પરિવાર પૂર્ણ બને સ્ત્રી આગમને,


રૂઠે જો વર્ષા તો ધરતીનું હૈયું ચિરાઈ

રિઝે તો ધરતી ગુલે ગુલઝાર બની જાય,


સ્ત્રીનું પણ કૈંક એવું જ,

વર્ષા પર જગતની ખુશીઓનો આધાર,


સ્ત્રી પર પરિવારની ખુશીનો આધાર,

સતત પડતી બુંદોની ધાર કાળમીંઢ પથ્થરને પીગળાવે,

આ સ્ત્રીના પ્રેમમાં પણ એવી તાકાત,

તનને ભીંજવે આ વર્ષારાણી,


મનને ભીંજવે પ્રેમથી આ કુદરતની

અનોખી અદભુત નારી સુહાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational