હિન્દુસ્તાન 4
હિન્દુસ્તાન 4
મોતી શું દેખી મબલખ ધાન્ય,
ફિરંગી, બ્રિટિશો ને આવ્યા અન્ય,
બ્રિટિશોએ સત્તા લીધી સ્વહસ્ત:
કિન્તુ વીરોએ કીધા પરાસ્ત.
સત્ય, અહિંસાના પૂજારી
ગાંધી સકલ વિશ્વમાં પૂજાયા;
વલ્લભ, સુભાષ, ભગત શા
દીધા પનોતા સુજાયા !
વર્ષોથી આવ્યા પરદેશી
ભળી ગયા સમરસ હિંદે વસી:
સૌમ્ય સનાતન હિન્દુસ્તાન
આપણ અનહદ પ્યારો પ્રાણ !
છલકી વહે સુધામય ગંગા,
ફરકે વિશ્વ વિજયી તિરંગા;
દિવ્ય તેજે દિવ્ય પ્રકાશે ભારતભાણ !
સુખ સમૃદ્ધિની સમરસ લ્હાણ.
જગનું દ્વાર સુફલા અવની !
અમ ઉરની વીણા તાર
ધન વૈભવની છોળો ઊડતી
યુગ યુગ રહે અપરંપાર:
કરુણદેવી ! વત્સલમૂર્તિ ! ભારત મા !
તવ જયનાદ ચિર સકલ જગત મા !
સૌમ્ય સનાતન હિન્દુસ્તાન
આપણ અનહદ પ્યારો પ્રાણ !
