STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલ સત્કર્મની સુવાસ ફેલાવીયે

ચાલ સત્કર્મની સુવાસ ફેલાવીયે

1 min
166

મળ્યો છે મનખા અવતાર તો,

થોડી સત્કર્મોની સુવાસ ફેલાવી દઈએ,

 ખારો દરિયો બની ને શું કરશો ?


ઝરણાંનાં મીઠા જળ બની

લોકોની તરસ છીપાવી દઈએ,

મળ્યો છે મનખા અવતાર તો સત્કર્મોની સુવાસ ફેલાવી લઈએ.


સૂરજ બનવાના સપના છોડી

એક દીપક બની લોકોની રાહ રોશન કરી લઈએ,

આખો બાગ ધરીને શું કરશો ?


મહેકતું ફૂલ બની કોઈનું જીવન મહેકાવી દો,

મહાન નેતા બનવાના સપના છોડી,

એક સામાન્ય માનવી બની, સામાન્ય માનવીનાં જીવનમાં પરિવર્તન લાવી દો,

મોંઘા મોતીને શું કરશો તમે ?


મધદરિયે અટવાયેલી કોઈની નૈયા ને

પાર લગાવી દો..

વાવાઝોડું નષ્ટ કરે આ બાગ બગીચા

હવાની એક નાનકડી લહેર પૂરા ગુલશનને મહેકાવી શકે,


નાનકડું એક બુંદ પણ મોતી બની શકે

નાનકડું એક બીજ એક વટ વૃક્ષ બની શકે,


બસ આવા નાનકડા સત્કાર્યો

કોઈનું જીવન મહેકાવી શકે.

મરતા મરતા જીવવાનો શું અર્થ ?


કરો એવા સત્કાર્યો

મરીને પણ લોકોનાં દિલમાં જીવંત રહી જાવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational