માણસ થવું છે
માણસ થવું છે
મારે સાગર જેવું થાવું છે,
દુઃખોને સમાવી મનમાં હરખે લહેરાવું છે.
મારે પંખી જેવું થાવું છે,
ભૂલી જઈ સીમાઓ ઊડી જાવું છે.
મારે આકાશ જેવું થાવું છે,
ભૂલી જઈ ક્ષિતિજો મારે પ્રસરવું છે.
મારે નદી જેવું થાવું છે,
ભૂલી ભેદ પ્રેમભાવ જાળવવો છે.
મારે વરસાદ જેવું થાવું છે,
ભૂલી બંધનો અનરાધાર વરસી જાવું છે.
મારે આખરે માણસ થાવું છે,
ભૂલી વેર - ઝેર એકવાર જીવી લેવું છે.
હા, મારે માણસ થાવું છે,
ભૂલી સ્વાર્થને ધરતીખોળે બાળક થવું છે.