યાદ રાખજો
યાદ રાખજો
શાંતિનો સંવાદ ધારી રાખજો,
દર્દ સાથે આપ યારી રાખજો.
સંબંધોમાં લાગણીઓ રાખજો,
હૃદયમાં જગ્યા મારી રાખજો.
ઉચાટ તો ઘણાય રહે છે મનમાં,
બસ ઇર્ષાની અગ્નિ ઠારી રાખજો.
હૃદયમાં ઊર્મિઓનું ઉઠે તોફાન,
પ્રેમ ખાતર વેર હારી રાખજો.
જ્યારે લાગે પડ્યા છો એકલા,
એકવાર બસ યાદ મારી રાખજો.
બસ સંબંધો રહે ના રહે આપણા,
દિલમાં મારી યાદ પ્યારી રાખજો.