લાગણી
લાગણી
સ્વપ્ન છું હું, મારા રંગો તમારા થકી છે....
ફૂલ છું હું, મારી સુવાસ તમારા થકી છે..
નદી છું હું, મારી ચંચળતા તમારા થકી છે....
ઝાકળ છું હું, મારી કોમળતા તમારા થકી છે..
તોફાન છું હું, ને સંયમ તમારા થકી છે....
રત્નાકર છું હું, મારા કિનારા તમારા થકી છે..
પંખી છું હું, મારું નભ તમારા થકી છે....
હવા છું હું, મારી દિશા તમારા થકી છે..
દેહ છું હું, મારા પ્રાણ તમારા થકી છે....
જીવું છું હું, એ વિશ્વાસ તમારા થકી છે.