લગામ
લગામ


હૃદય પર રાખજે લગામ ઢળી જાય ના,
નજરે ને રાખજે નીચી વસી જાય ના,
બંધાય લાગણી સેતુ તો કહી દેજે,
તમે - તમેમાં સમય વીતી જાય ના,
થવો હોય તો એક નજરમાં થાય,
નહિતર જીવનભરમાં પ્રીત થાય ના,
ક્યારેક હૃદય હારી જવામાંય જીત છે,
પ્રીત સામે નમવામાં હા, હાર થાય ના,
એમની સાથે સઘળું અનુપમ લાગે,
એમના વિના લાગે હવે જીવાય ના.