STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

વૃદ્ધત્વનો ઉત્સવ

વૃદ્ધત્વનો ઉત્સવ

1 min
256

આ વૃદ્ધત્વનો ઉત્સવ

અનેરો છે,

યુવાનીમાં મહાલ્યા

અને,

લગ્ન કરીને જવાબદારીઓમાં

કમરતોડ કામગીરી કરી,


નાની હતી ત્યારથી જ

ઝટ મોટા થવાની

વાતો કરતી હતી,

ને કહેતી હું વૃદ્ધ બનીને

વૃદ્ધાવસ્થા માણીશ,


હું ગૃહિણી છું પણ

ગૃહિણી ક્યાં નવરી હોય છે ?

ડિગ્રી કે પગાર નથી;

ભાવનાભર્યું હૈયું છે,


થનગનતું યૌવન હતું

આ સંસારની જાળમાં

એ પણ ગયું, અફસોસ નથી,

થોડાં વર્ષોમાં પ્રૌઢા બની ગઈ

અને શરૂ થયો વૃદ્ધાવસ્થાનો હર્ષ,


કોઈ નહીં સમજી શકે,

કારણકે ફરી બાળપણમાં

જીવવા મળે છે.


બાળકો સાથે બાળક બનીને,

બાળકોને ભણાવતાં

વરસાદમાં હોડી તરાવતા,

આ વૃદ્ધાવસ્થાનો ઉત્સવ છે.


આ તક સોનેરી સંભારણા છે

શોખને ફરીથી માણતાં,

માથે ધોળા વાળ

ગૃહિણી તરીકેની ઓળખ છે,


ઘસારો લાગ્યો ઉંમરને,

સમય સાથેની હોડમાં;

હવે દોડવાનું નથી,

એટલેજ ભલે આવ્યું ઘડપણ,

બસ થોડું પણ મજાનું

આ વૃદ્ધાવસ્થામાં જીવી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational