હું કોણ છું એ વિસરી ગઈ
હું કોણ છું એ વિસરી ગઈ
આ દુનિયાની ભાગદોડમાં
હું કોણ છું એ ભૂલી ગઈ
બંગલા, ગાડી મોટર, સોનાનાં મોહમાં
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું એ વિસરી ગઈ.
આમ તો પ્રેમનો ધોધ છું
પણ વધુ મેળવવાની લાલચમાં મારું અસ્તિત્વ વિસરી ગઈ.
આમ તો સિંહ જેવી બહાદૂરી બક્ષી ઈશ્વરે
પણ જિંદગીનો જંગ લડતા લડતા
ખુદની શક્તિને વિસરી ગઈ.
કેવી સુંદર રચી પ્રકૃતિ ઈશ્વરે આપણે કાજે
પણ મોહમાયામાં અંધ બની
ખુદના અંતરઆત્માને વિસરી ગઈ.
આપી હતી ઈશ્વરે બાજ જેવી ઊંચી ઉડાન
પણ મરઘીના ટોળામાં ભળી ખુદની આવડત વિસરી ગઈ.
જિંદગીનો જંગ લડતા લડતા
આત્મવિશ્વાસની તલવાર બુઠ્ઠી થઈ ગઈ.
હું પણ પરમાત્માનો એક અંશ છું એ વિસરી ગઈ.
