સમજણનો સેતુ બાંધવા દે
સમજણનો સેતુ બાંધવા દે
સહારો ના આપ તો કઈ નહીં,
થોડો સંગાથ તો આપી દે,
જીવનભર સાથ ના આપે તો કઈ નહીં
ક્ષણ બે ક્ષણનો સંગાથ તો આપી દે,
તું બોલે નહીં તો કઈ નહીં
પણ હૈયે સળગતી વેદનાઓને આમ
વાચા તો આપવા દે,
વાદળ થઈને ઢાંકી દીધો સૂરજને
અજવાળાની એક મુલાકાત તો કરવા દે,
તું ભલે કરે વાદ વિવાદ
પણ મને સમજણનો સેતુ બાંધવા દે,
ભલે તું વિચાર્યા વગર ના બધા નિર્ણયો લે
પણ મને થોડો સમય આપી વિચારવા દે.
