STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આસમાને રચી એક સુંદર ગઝલ

આસમાને રચી એક સુંદર ગઝલ

1 min
181

લઈ ધરતીનો કોરો કાગળ આ આસમાને

લખી ગઝલ

વૃક્ષોના હર પર્ણની બનાવી કલમ

આસમાને લખી એક ગઝલ,


આકાશી બુંદોની બનાવી શાહી

આ આસમાને લખી ગઝલ

આ મહેકતાં ફૂલોનાં લીધા છંદ

આસમાને લખી ગઝલ,


આ હવા બની સંગીત પૂર્યા

ગઝલમાં પ્રાણ.

આ ઝરણાનો ઝણકાર

આ દરિયાનો ઘૂઘવાટ

વધારે મહેફિલની શાન,

કમળનાં કાફિયા લીધાં,


રજનીગંધાના લીધા રદિફ.

પારસના લીધા પ્રાસ

સેવંતીના લીધા છંદ

આ ધરતીના કાગળ પર

આસમાને રચી એક સુંદર ગઝલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational