નારી તું નારાયણી
નારી તું નારાયણી
હું કોણ છું, નથી ખબર મને ?
નારી તું નારાયણી બનાવી, મોકલી મને...
મમતાનો સાગર ભરી, વહાવી મને...
'મા' બની મમતા લૂંટાવી, ધરતી પર મેં..
પ્રેમની મૂરત બનાવી, ઉતારી અવની પર મને...
પ્રેમનાં રંગ ઊડાવ્યા આભે મેઘધનુષ બનાવ્યા મેં...
સંવેદનાના તાર જોડી સાઝથી જોડી મને...
સંબંધોના તાર જોડી સંગીતની મહેફિલ માણી મેં...
લાગણીઓના તાણાવાણાથી ગૂંથી મને...
તાણાવાણામાં અમીરસ સીંચ્યો લાગણીથી મેં...
વ્હાલનો ભંડારભરી કરુણામયી બનાવી મને...
અધૂરપ, વ્હાલથી ભરી જિંદગી રંગીન સજાવી મેં...
કરુણાના સાગર છલકાવી, ભવસાગર તરાવી મને...
ખુશીનાં મોજા ઉછળતા, કિનારે ભીંજવતા રહ્યાં મને.
