STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સમય

સમય

1 min
201

કુદરતનાં સાનિધ્યમાં ખળ ખળ વહેતા ઝરણાં હોય

પંખીઓનો કલરવ હોય

લીલી છમ ધરા ને ફૂલોની હારમાળા હોય

હાથમાં પ્રિયતમનો હાથ હોય

ત્યારે સમયને પણ મુઠ્ઠીમાં કેદ કરવાનું મન થાય

સમયને પણ કહેવું પડે તું ધીમેથી ચાલ

મારા પ્રિયતમ છે મારી સાથ.


સમયનો પહાડ જાણે પીગળતો હોય એવું લાગે,

પીગળીને જાણે સરકતો હોય એવું લાગે.

ક્ષણ ક્ષણનો કાફલો સતત ચાલતો જ રહે છે

ક્યાંય એક પળ વિરામ વિના સતત

ચાલ્યા જ કરે છે.


સુખ દુઃખ ઉદાસી ખુશીનું ચક્ર

ચાલ્યા જ કરે છે,

સુખ હોય તો સમયને કહેવાનું મન થાય છે

થંભી જા દુઃખ માં કહેવાનું મન થાય છે

તું જલ્દી ચાલી જા,


બસ એ ક્યાં કોઈનું માને છે

રાજા રંક વચ્ચે ક્યાં ભેદભાવ રાખે છે,

એતો પોતાનું જ ધાર્યું કરે છે,

રાજા ને રંક બનાવે

રંક ને રાજા બનાવે,


પળ પળ બદલાય,

કેટલાય રૂપ રંગ બદલાય,

બસ એ ક્યાંય થંભી નથી જતો,

એ ક્યાંય મુઠ્ઠીમાં કેદ નથી રહી શકતો

બસ છોડી જાય મીઠા કડવા સંસ્મરણો,

આપે જે સમયને માત.

એની સાથે છે જગતનો તાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational