હરિના હાટમાં રે
હરિના હાટમાં રે
સદાય પ્રેમ પદારથ વહેંચાય હરિના હાટમાં રે,
પામીને પ્રેમીજન તો પુલકાય હરિના હાટમાં રે,
ઊંચનીચના ન હોય ભેદ સમાનતા પરખાય રે
સમદ્રષ્ટિ ત્યાં સઘળે દેખાય હરિના હાટમાં રે,
હોરવાને હરિજન આવે કતાર લાંબી થાય રે,
હસતા મુખેથી હરિથી દેવાય હરિના હાટમાં રે,
ધન્ય બનતા ભક્તોને આનંદ થકી ઊભરાય રે,
પરમ આપીને વળી હરખાય હરિના હાટમાં રે,
જેને જોઈએ જેટલું એ પામે સહજ ત્યાંય રે,
મિલન જીવશિવનું જણાય હરિના હાટમાં રે,
ટળતો ફેરો ચોરાસી દ્વાર મુક્તિનાં ખોલાય રે,
પરમ શાંતિ જીવથી પમાય હરિના હાટમાં રે,