STORYMIRROR

nidhi nihan

Inspirational Others

3  

nidhi nihan

Inspirational Others

સમજાય ગયો

સમજાય ગયો

1 min
172

સૂકી ડાળે ચકલી બેઠીને સમજાય ગયો,

ગૂંચવાયો દાખલો પળમાં ઉકેલાય ગયો,


દીવાલો ઊંચી ચણી નાંખી વાદને વિવાદમાં,

દરિયો લાગણી તણો ત્યાંજ ફંટાય ગયો.


મુલ કોડી સમુ તાગે અન્યનું અહંકાર ભાવમાં

સમયની થપાટે એજ ભૂતકાળમાં હોમાય ગયો.


સડક પરની ધૂળ પણ ના આવશે સંગાથે,

સમજે આ મર્મ એતો જગમા પૂજાય ગયો.


જાતને છેતરી જીવાય ના કોઈ જન્મારો,

સાંજ બ્હારી દેખાડાથી મૂર્ખ ભરમાય ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational