STORYMIRROR

Patel Shubh

Inspirational Others

3  

Patel Shubh

Inspirational Others

મોંઘવારી

મોંઘવારી

1 min
515

જીવનની આ કેવી છે સ્થિતી,

ચારે બાજુ મોંઘવારીની પરિસ્થિતિ,


ચારે બાજુ મોઘવારીનો છે માર,

જનતા કહે છે હે રામ, હે રામ,


જ્યાં રડે છે આજે ગરીબની આંખો,

જ્યાં રડે બાળકોનાં પેટની ભૂખ,


જ્યાં રડે પત્નીનાં જીવનનાં સ્વપ્ન,

જ્યાં રડે છે આજે કાળજાના રત્ન,


ઑફિસેથી આવતા આવે છે વિચાર,

શું લઈ જઈ શકીશ મા માટે દવાઓ,


શું આજે જોઈ શકીશ પત્નીની ખુશી,

શું આજે બાળકોનાં કેવા છે સ્વપ્ન,


જ્યાં નથી થતા જીવનનાં પુરા સ્વપ્ન,

ઘરે જતા આવે પરિવારની વાતની યાદ,


જ્યાં રડે છે કાળજું અને રડે છે આંખો,

ત્યારે રડતી આંખો બોલે મોંઘવારીનો માર,


ત્યાં રડતી આંખોનો મોંઘવારીનો માર,

ત્યાં જીવન બોલે કે મને છે તારાથી પ્યાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational