STORYMIRROR

Jasmeen Shah

Tragedy

4.3  

Jasmeen Shah

Tragedy

મૌન થઈ ધરા

મૌન થઈ ધરા

1 min
232


વ્યાખ્યા સંબંધો ની બની સગવડતા

ઠેલાયા આઘા જ્યાં પડી અગવડતા...

મૌન થઈ ધરા,

'ને ભટક્યા પરબીડિયા સરનામા સળગતા...


ફેલાયા કૈંક પ્રશ્નચિહ્નો સળવળતા

વેરાયા પૂર્ણવિરામો અણગમતા...

મૌન થઈ ધરા,

'કે ભટક્યા પરબીડિયા સરનામા સળગતા...


અટવાયા સહસ્ત્રરશ્મિ ધસમસતા

સંકેલાયા ભીનાં વાદળ મઘમઘતા...

મૌન થઈ ધરા,

'રે ભટક્યા પરબીડિયા સરનામા સળગતા...


વિલાયા સ્મિત અધરો પર તરવરતા

છિનવાયા મનોહર સ્પર્શ થનગનતા...

મૌન થઈ ધરા,

'ને ભટક્યા પરબીડિયા સરનામા સળગતા...


ભેદાયા માનસપટલ જે ખદબદતા

છેદાયા કાળજા વિશ્વાસ ડગમગતા...

મૌન થઈ ધરા,

'કે ભટક્યા પરબીડિયા સરનામા સળગતા...


થાક્યા વિસામ્યા ઓરતાં ય ખળભળતા

પથરાયા ચોફેર નિ:શ્વાસ ટળવળતા...

મૌન થઈ ધરા,

'રે ભટક્યા પરબીડિયા સરનામા સળગતા..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy