દુકાળ
દુકાળ
અવની ઉપર આવ્યો ધરીને જોગી વેશ જટાળો,
આણ ફેલાવી દશે દિશાએ વરતાવે એ કેર કાળો,
લીલી ચાદર ધરિત્રીની એણે દીધી ક્રોધ કરી બાળી,
આગમન એનાં થયાં ત્યાં તો સૂની દિશાઓ ભાળી,
જળરાશિને હરી ગયો એ મેઘ કરતોને કંજૂસાઈ,
ત્રાહિમામ હરકોઈ પોકારે જળની તાણ છે ભાઈ,
મૂંગા પશુ મોતના શરણે માનવને પણ અકળાવે,
પૂછ્યું શું છે નામ તારુ? દુકાળ મુખથી એ કહાવે.