સમાજ
સમાજ
સમાન વિચારધારાથી રચાય છે સમાજ.
નીતિ નિયમો થકી ઓળખાય છે સમાજ.
રિવાજોની દુનિયા છે વિશાળ કેટકેટલી,
પરાણે પાલન કરાવવા પંકાય છે સમાજ.
હેતુ સમાજનો કદીક બર ન પણ આવતો,
રંકને ક્યારેક આડખીલી થાય છે સમાજ.
એકતા માનવીની દુઃખ પણ આપી શકતી,
આવા કિસ્સાઓમાં વગોવાય છે સમાજ.
ધારાધોરણો ઘડીને પાલન કરાવવા મથતો,
કોઈને રુચે કે કદી ખૂંચતો દેખાય છે સમાજ.