સૂનું સૂનું આખું નગર છે
સૂનું સૂનું આખું નગર છે
સૂનું સૂનું આજ આખું નગર છે.
જોખમથી ભરેલી હર ડગર છે.
માણસ આજ માણસથી દૂર જો,
એકલા જ કાપવાની આ સફર છે.
ઘરમાં કેમ લાગતું જેલ જેવું વળી,
રહો ઘરમાં તો ઘરની જ કદર છે.
નીકળશો બહાર અમથાં-અમથાં
સાવ ઢુકડી આજ જૂઓ કબર છે.
બચી શકશો ઘરમાં રહીનેજ તમે,
સાવ સાચીને પાકી આ ખબર છે,