ખેડૂતપુત્રી
ખેડૂતપુત્રી
હું ખેડૂત પુત્રી,,,,,ધરતી છોરું, ભથવારી, કૃષકા ખેતરખેડુ,
ધીંગી ધરતીમાં લાલ મારા રમતા મેલું,
ભલે સૂકો રોટલો ને છાશ જ મેલું
ભાથે તેના ખમીરી કણકણ ભરુ,
મળસ્કે ઊઠી ખેતર મારું જીવંત કરું,
અન્ન ઉગાડી જગનું પેટ રે ભરુ,
આજ મારી આંખો રડે છે,
અંતર વેદના એ બળે છે,
ખેતર, ખોરડાં ખાલી દિસે છે,
ખેડૂત મારો આંદોલને લડે છે,
હક માટે એ કેવો આખડે છે,
અન્યાયે સામે અડગ બાખડે છે,
મહેનતે સૌની થાળી ભરે છે,
થાળી તેની આજ રસ્તે રઝળે છે,
કોઈનાય પેટનું પાણી પણ ક્યાં હલે છે,
હિટલરશાહીની જ્વાળાએ દેશ બળે છે,
ખેતીપ્રધાન દેશમાં ખેતરો ખાલી કરે છે,
ખેડૂતને તેની મહેનતનું પણ ન ધરે છે,
તિજોરી તેની નોટોથી ભરે છે,
શું એથી કોઈનેય કંઈ ફરક પડે છે ?
ભરથાર મારો દોઢ માસથી રસ્તે રાત રડે છે,
શીતલહેરથી એ કેવો ઠરે છે,
કૂદરત તું પણ ક્યાં રહેમ રે કરે છે,
કુરબાન થઈ જિંદગી એ શહીદી વ્હોરે છે.
