હાઉસવાઈફ
હાઉસવાઈફ
કોઈ પૂછે નહીં કે હું કામ ગીત ગાઉં છું,
ખબર નહીં કેમ આજે એમ જ હળવી થાઉં છું,
સપનાઓ શું હતા તે આજે યાદ નથી,
ફરજના બોજે જિંદગી સૌગાત નથી,
મહારાણી લક્ષ્મીબાઈ કહેતા પપ્પા લાડથી
પપ્પાની રાણી, પતિની લક્ષ્મી
આજે ઘરની બાઈ બની સોહાવ છું,
રસોડું, ફળિયું, ઓસરી, અઢેલી
બસ એટલામાં જ હું ખોવાવ છું,
સવારથી સાંજ કંઈ જ નથી કરતી
કપડાં, વાસણ, કચરા પોતા ને રસોઈમાં સમાઈ જાઉં છું,
ખબર નહિ કેમ પણ હકીકત છે દોસ્ત
હું યંત્ર માફક જીવ્યે જાવ છું,
ખુદના અસ્તિત્વ ને ઓગાળી સંબંધો સાચવું
છતાં ક્યાં હું ક્યાંય પણ કંઈ કરતી જણાવ છું !
