STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

અપેક્ષા જરૂર રાખું છું

અપેક્ષા જરૂર રાખું છું

1 min
146

બહુ બોલી લીધું, હવે બસ મૌનની અપેક્ષા રાખું છું,

ઘણું કહી દીધું, હવે બસ તને સાંભળવાની અપેક્ષા રાખું છું,


ચૂપ રહીશ વેદના ખમીશ ક્યારેક તો મારી વેદના અનુભવશો એવી અપેક્ષા રાખું છું,

તમે બોલજો ક્યાંક વેદનાની વાચા હું સમજીશ જરૂર બસ તમારી સમજની અપેક્ષા રાખું છું,


નથી ભૂલી ક્યારેય કોઈ મારી ફરજ હવે હું મારી પાસે જ મૌન પાડવાની અપેક્ષા જરૂર રાખું છું,

ચારિત્ર્ય પર ઉઠાવેલ હજારો પ્રશ્નોના જવાબો તમે આપો એવી ક્યાંક અપેક્ષા રાખું છું,


બાહ્ય દેખાવ કરતા મારા ભીતર પણ પ્રવેશો એવી અપેક્ષા જરૂર રાખું છું,

હું નથી સીતા કે નથી સતી પણ કે ચારિત્ર્યનું પ્રમાણ આપી શકું !

હું ખુદ ચારિત્ર્ય પ્રમાણ બનું એવી અપેક્ષા જરૂર રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy