શમણાં
શમણાં
અનેકો શમણાં સાથ નિભાવવા સજ્યાં
દેખી વિપરીત હવા ને હાથ છોડી ભાગ્યા,
દોષારોપણ ટોપલા શીદને સમયે ઢોળવા
સંબંધમાં ક્યાંક ખુદ જ કિચડે પડ્યાં,
કોરા કાગળ જેવાં મનમાં હૂબહૂ ચિતર્યા
ભૂસાય ના સાવ આછતરા ડાઘ તો રહ્યાં,
હો હલ્લા કરીએ શું હવે થઈ જવાનું
હૃદયમાં એમને અન્ય નામને જો ગુંથ્યા,
આવશે કોઈ જરૂર રાખવી ઈશ પર આશ
'સાંજ' બદલી ના શકે લેખ નસીબના લખ્યાં.
