STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

અંજાઈ જાઉં છું

અંજાઈ જાઉં છું

1 min
217

દેખાવની આ મોટી મોટી વાતોથી ફરી હું ક્યાંક અંજાઈ જાઉ છું,

અંજાઈ જાઉં છું તારી દોસ્તી બદલતી દુશ્મનીમાં જ્યાં જોઉં છું,


કોઈની આંખોના ખૂણા ભીના જોઈ લાગણીમાં તણાઈને ફરી અંજાઈ જાઉં છું,

અંજાઈ જાઉં છું જ્યાં લાગણીઓનો નીકળતો અર્થ ખોટો જોઉં જરૂર છું,


દેખાવે સીધા લાગતા તાડના ઝાડ જ્યાં જલેબીનો આકાર લેતા જોઉં ત્યાં અંજાઈ તો જાઉં છું,

અંજાઈ તો જાઉં છું આ દેખાવના મસમોટા ખોટા દિલાસા જ્યાં જોઉં છું,


સ્નેહની સરવાણી વહેતી જ્યાં ત્યાં નફરતનું ખાબોચિયું બની જતું જોઉં ત્યાં અંજાઈ તો જાઉં જરૂર છું,

અંજાઈ તો જાઉં છું જ્યાં સંબંધોનો ખારો દરિયો પણ મીઠા પાણીનો વરસાદ વરસતો જોવું જરૂર છું,


મારા દુઃખોને દૂર કરવાના ખોટા તારા દેખાવથી અંજાઈ તો જાઉં જરૂર છું,

અંજાઈ જાઉં છું જ્યાં તારા અમૃતભર્યા સ્વભાવ પાછળનું ઝેર જાણુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy