STORYMIRROR

Rajeshri Thumar

Tragedy

3  

Rajeshri Thumar

Tragedy

વેકેશનની મજા

વેકેશનની મજા

1 min
153

થતા ચિંતામુક્ત જેવા પરીક્ષાથી,

મળે બાળકોને જાણે આઝાદી,

દફતર મૂકી માળીએ નીકળે રમવા,

કરી લેતા મુઠીમાં જાણે દુનિયા,


ભૂલે ખાવાનું પણ રમતોની દુનિયામાં,

શિક્ષણના બોજથી અનુભવતા હાશકારો,

માણે અનેરો આનંદ લાંબા વેકેશનનો,

હર ક્ષણ જીવી લે મોજથી વેકેશનમાં,


કોઈ જતા મામાને ઘેર તો કોઈ પ્રવાસે,

કોઈ તો ઉપડી જતા ન્હાવા વૉટરપાર્કમાં,

આંબલીનો કૂણો કોલ ને લીલા કાતરા,

આંબાની ખાટી ખાખટી બનાવે તરોતાજા,


ના કોઈ ભારણ કે ના ટાઈમટેબલ,

બસ ખેલો કૂદો ને આનંદમાં ઝૂમો,

રસપ્રદ છે આ બાળકોની વેકેશનની મજા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy