સૌ કોઈ અહીં
સૌ કોઈ અહીં
દૂર તો એક દિવસ જવું જ છે સૌ કોઈને !
શા માટે સાથે રહેવા છતાં દૂર છે સૌ કોઈ ?
એક જ છત નીચે રહી અબોલા શા માટે લેવા છે કોઈને ?
જ્યારે એક દિવસ તો અબોલ જ જવું સૌ કોઈને !
વેર-ઝેર પણ અજીબ રિવાજો છે સૌ કોઈના અહીં !
ના નમવા કોઈ અહીં તૈયાર ન ભૂલવા તૈયાર કોઈ અહીં,
' માનવ માત્ર ભૂલને પાત્ર ' એ જાણે સૌ કોઈ.
છતાં દૂર રહે સ્વિકારવા ભૂલોની પોટલી સૌ કોઈ.
શું લઈ જવું છે ? કહે સૌ કોઈ પણ અભિમાન પણ મૂકવા કોણ તૈયાર અહીં ?
