STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Tragedy

3  

Ramesh Patel (Aakashdeep)

Tragedy

દેખી તારાજી દેવભૂમિની

દેખી તારાજી દેવભૂમિની

1 min
208

છૂટી કરૂણા કુદરતની રે

તૂટ્યા મેઘ જ અનરાધારે

તૂટે તટ ને કાળ શિલાઓ

દે આફતના ડંક જ દ્વારે,

 

ડૂબ્યા પથિકો, ગામ તણાયા

ના રે મળતી ભાળ ભલેરાં

રે આજ વહે દરિયા આંસુના

વાટે વિપદા, આ અંધેરાં,

 

ખૂટે ધૈર્ય ને રૂવે આંખો

દેખી તારાજી દેવ ભૂમિની

આવ્યો અવસર ઋણ ચૂકવવા

છે માનવ ધર્મ જ કરૂણા કરણી,

 

ના તો દઈશું સ્વપ્ન જ તૂટવા

ધાયે મદદે સૈન્ય જવાની

ધન્ય જ અમે રે વતન બંધું

સેવા રૂઝવે ઘાવ ભવાની.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Tragedy