STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

આપણે કલાકાર

આપણે કલાકાર

1 min
202

જીવન રંગમંચ પર હું તમે આપણે સૌ કોઈ ભાઈ એક કલાકાર ! 

આ રંગમંચ પર નાટક ભજવીએ જેમ મોટો આવ્યો કોઈ કલાકાર ! 


રંગમંચ પર સૌ કોઈને હસાવતા ક્યારેક થોડું હસી પડ્યા ભાઈ આપણે કલાકાર,

જીવન રંગમંચ પર સૌ ને હસાવતા ક્યારેક આપણે જ રડી પડ્યા ભાઈ આપણે કલાકાર,


જીવનરૂપી રંગમંચ પર વિવિધ ભૂમિકા ભજવી ભાઈ આપણે કલાકાર,

ક્યાંક સંબંધોના આકાર થયા મોટા તો ક્યાંક થયા બાદ ભાઈ આપણે કલાકાર,


રંગમંચ પર આપણો સમય થયો પૂરો ભાઈ આપણે કલાકાર,

રંગમંચ છોડવાનો રંજ સાલ્યા કર્યો ભાઈ આપણે કલાકાર,


આપણો સમય આવ્યો હવે ભજવી લીધા દરેક પાત્રો ભાઈ આપણે કલાકાર,

હવે બની જા પ્રેક્ષક મૂકી રંજ રંગમંચના સ્ટેજની વ્યવસ્થા ભાઈ આપણે કલાકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy