STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Tragedy

3  

Ramesh Patel (Aakashdeep)

Tragedy

ચક્રવાત

ચક્રવાત

1 min
161

કલમ ઉપાડી કવિ નીકળ્યા

બસ કુદરત ખોળે રમશું

નર્તન કરતી જોઈ વનરાજી

ટહુકે ટહુકે ભમશું,

 

જળચર પંખી સરવર ર્તીરે,

ચણ દઈ બોલાવશું

રેશમ પીંછે સ્પર્શ કરીને,

બાળા પંખી ઊડાડશું,

 

મસ્ત ઘટાઓ છવાઈ ગગને

હરખે કવિ મસ્તાના

વાહ ! કુદરત તારી કરીશ્મા

પાવન તારા શરણા,

 

ત્યાં તો ચેતવણીના સૂરો ગૂંજ્યા

ચક્રવાત ધાયે વિકરાળા

ઊડશે છાપરા અંધારા થાશે

ધમરોળશે વિનાશના ઓળા,

 

ભાગ્યા કવિ છેક સૌની આગળ

અંતરિયાળ થયા કલ્પન ખટોલા

સૌની સાથે છૂપાયા ખૂણે

વિચારે કેમ જીવશે પંખી રૂપાળા ?

 

શરમ મૂકીને સૌને તું ગજબ દોડાવે કિરતાર

કુદરત તાંડવ આગળ દીઠા સૌને રે લાચાર,

 

કવિ કહે ઓ નિષ્ઠુર વિધાતા

આ બાળા પંખી શું જાણે ?

ચેતવણીથી અમે ખૂણે ભરાણા

દીધા પંખીને ઘર વૃક્ષ ટોચે શું અજાણે ?

 

સૂણી સંવેદના મારી જાગ્યો ભગવંત દૂર ગગને

તાંડવ લીલા સંકેલી હાલી નીકળ્યો સાગર વાટે,

 

ખુમારીથી કવિએ કલમ ઉપાડી

ખુશ થયા આ ટોર્નેડો ભગાડી,

ધીરે ધીરે છાયાં ગગને મસ્ત ઘટાથી વાદળ

બાળા પંખી નાનાં બે ઘૂમતાં કેવાં માની પાછળ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy