હળવાશ ૨૯
હળવાશ ૨૯


દોડતી આ જિંદગીમાં ક્યાં હવે હળવાશ છે!,
ના દુઆ ના બંદગીમાં ક્યાં કશે હળવાશ છે!,
પામવાને લાખ સપના કચકચાવી દોડતાં,
શ્વાસ છે થાકી ગયા પણ ક્યાં જડે હળવાશ છે!,
શોધવાની પેરવી ચાલુ થઈ છે પ્રેમને,
પ્રેમને શું છે ખબર? કે ક્યાં રહે હળવાશ છે!,
સૂર્ય ને આ વાયરો એ પૂછતાં બોલી પડ્યાં,
કામનું ભારણ છે ઝાઝું ક્યાં મળે હળવાશ છે!,
છે કસોટી હરકદમ ને યુધ્ધ બારે માસ છે,
માનવી છે પાર્થ જેવો ક્યાં ખપે હળવાશ છે!,
રોજ ઝાલે છે દશાનન હાથ નારીના અહીં,
ભરત જોવે રાહ પણ ક્યાં રામને હળવાશ છે!,
કર્મયોગી જે બને ને ઈશ શ્રદ્ધા કેળવે,
જ્યાં છે સાવજ નીતિમત્તા ત્યાં બધે હળવાશ છે.