STORYMIRROR

Vimalrajsinh Chauhan

Romance

3  

Vimalrajsinh Chauhan

Romance

પ્રણય ગાથા

પ્રણય ગાથા

1 min
11.7K

આ જમાનાને એ અદાવત છે,

તું જ ઈશ્વર ને તું ઈબાદત છે.


સાવ ખાલી કરી દીધું હૈયું,

લાગણી ક્યાં રહી અનામત છે.


નાજ તારા બધા કર્યા પૂરા,

તોયે શીદને તને શિકાયત છે.


ચાહતો કેમ?, ના ખબર, તુજને,

દિલ ધડકવાની આ કવાયત છે.


હા લગાતાર છે પ્રણય ગાથા,

પ્રેમ એ આખરી તથાગત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vimalrajsinh Chauhan

Similar gujarati poem from Romance