વિષાણુનો પડકાર
વિષાણુનો પડકાર


હોય ઇબોલા, કોરોના, શીતળા કે ક્ષય
કીટાણુ ને વિષાણુ અચૂક વીંધે લક્ષ્ય
માનવ જાતને વારંવાર આપે પડકાર
ક્યાં તમારા જીવાણું ને અણુ હથિયાર
બચાવમાં ના આવ્યા બખ્તર કે તોપ
વિચારીને અમે આપીએ આખરી ઓપ
વગર મિસાઈલે નીચે ઉતાર્યા વિમાન
મહાસત્તાના ઉતર્યા એક ઝપટે ગુમાન
લાચાર બન્યા વેપાર કરાર ને કાયદા
જાણો સ્વસ્થતા ને સ્વચ્છતાના ફાયદા
કામમાં આવ્યું ફક્ત કુદરતનું જ રક્ષણ
રસી શોધો વગર ગુમાવ્યે જાજેરી ક્ષણ.