STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

તો શું થાય?

તો શું થાય?

1 min
128

ભૂલવા હું ચાહું તને, તો શું થાય?

ના ભૂલી શકાય તને, તો શું થાય?


આગ માં બળી રહ્યું છે દિલ મારુ,

બળબળતું જો શેકાય, તો શું થાય?


ઉમટી પડ્યો છે દરિયો અશ્રુઓનો,

કાંઠે બેસી ને જો તરસાય, તો શું થાય?


કહેવા મથું પણ કહી નાં શકું તને એ,

દુઃખ અંદરો અંદર ઘૂંટાય, તો શું થાય?


વાત કરું હું લાગણી ની સદાય તને એ,

લાગણી જો અંદર રૂંધાય, તો શું થાય?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Tragedy